Facing issue in account approval? email us at info@ipt.pw
1
ભારતમાં ટપાલ સેવાની મુખ્ય વિગતો નીચે મુજબ છે. ભારતમાં ટપાલ સેવાનો પ્રારંભ 1837 માં થયો હતો. આજે ભારતમાં આશરે 1.5 લાખ પોસ્ટ ઑફિસો છે, જેમાંની 89% ગ્રમ્ય વિસ્તારોમાં અને 11% શહેરી વિસ્તારોમાં છે. પોસ્ટકાર્ડ અને પરબીડિયાં પ્રથમ કક્ષાની ટપાલ કહેવામાં આવે છે. શક્ય હોય ત્યાં આ ટપાલ કહેવાય છે. આ ટપાલ વિમાન માર્ગે લઈ જવાય છે. દૈનિક વર્તમાનપત્રો, સાપ્તાહિકો, માસિકો અને પુસ્તકોનાં પાર્સલ બીજી કક્ષાની ટપાલ કહેવાય છે. આ ટપાલ વિમાન માર્ગે લઈ જવાતી નથી. ભારતમાં રેલવેની ટપાલ સેવા 1970માં શરૂ થઈ હતી. દેશમાં વિમાની સેવા શરૂ થયા બાદ હવે મહાનગરો વચ્ચેની મોટા ભાગની ટપાલ વિમાન મારફતે આપલે થાય છે. ટપાલને શહેરવાર ઝડપથી છૂટી પાડવા માટે પોસ્ટ ઑફિસોને પોસ્ટલ ઈન્ડેક્ષ નંબર આપવામાં આવ્યા છે તથા શહેરોની પોસ્ટ ઑફિસોમાં જુદા જુદા રંગની ટપાલપેટીઓ મૂકવામાં આવી છે. ટપાલને ઝડપથી પહોંચાડવાં માટે ‘સ્પીડ પોસ્ટ’ની સુવીધા શરૂ કરવામાં આવી છે.

Loading...

Comments

Who Upvoted this Story